Swarojgar Lakshi Loan Yojana 2025: તમારું બિઝનેસ શરૂ કરવા માટે રૂ.10 લાખ સુધીની લોનની વિગતવાર માહિતી - Gov Yojana
Posts

Swarojgar Lakshi Loan Yojana 2025: તમારું બિઝનેસ શરૂ કરવા માટે રૂ.10 લાખ સુધીની લોનની વિગતવાર માહિતી

Swarojgar Lakshi Loan Yojana 2025: રાજ્યના બિન અનામત વર્ગના લોકોને પોતે સ્વરોજગારી મેળવવા માટે ની લોન સરકાર તરફથી અમલમાં મુકવામાં આવેલ છે જેમાં સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા હાલ આનો અમલ થયેલ છે. આ લોન અલગ-અલગ 3 સ્વરોજગારી માટે આપવામાં આવે છે જે નીચે મુજબની છે.ગુજરાત સરકારી નોકરી

સ્વરોજગાર લક્ષી લોન યોજના 2025(Swarojgar Lakshi Loan Yojana 2025)

યોજના નું નામસ્વરોજગાર લક્ષી લોન યોજના (Swarojgar Lakshi Loan Yojana 2025)
સહાયઆ યોજના માં 40 પ્રકાર ના રોજગાર ચાલુ કરવા માટે લોન આપવામાં આવે છે.
ઉદ્દેશબિનઅનામત વર્ગ ના લોકો રોજગારી મેળવી શકે અને આગળ આવી શકે.
લાભાર્થીબિનઅનામત વર્ગ ના ગુજરાત રાજ્ય ના લોકો
અરજી નો પ્રકારઓનલાઈન

યુવાનો અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકારે શરૂ કરી છે સ્વરોજગાર લક્ષી લોન યોજના (Swarojgar Lakshi Loan Yojana).આ યોજનાનો હેતુ એવા લોકોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે, જેઓ પોતાનો નાનો વ્યવસાય અથવા સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગે છે.

Swarojgar Lakshi Loan Yojana 2025 યોજનાની મુખ્ય વિગતો

  • લોનની રકમ : આ યોજનામાં 40 પ્રકારના નાના વ્યવસાયો માટે મહત્તમ ₹10 લાખ સુધીની લોન મળી શકે છે.
  • વય મર્યાદા (Age Limit): અરજદારની ઉંમર 18 થી 50 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે.
  • વ્યાજ દર (Interest Rate): પુરુષ અરજદારો: 5% વાર્ષિક ,મહિલા અરજદારો: 4% વાર્ષિક
  • આવક મર્યાદા (Income Limit): અરજદારના કુટુંબની વાર્ષિક આવક ₹6 લાખથી ઓછી હોવી જોઈએ.

Swarojgar Lakshi Loan Yojana 2025 નાના વાહન માટે ની લોન

  • જો લાભાર્થી ને સ્વરોજગારી માટે કોઈપણ નાના વાહન ની જરૂર હોય જેવા કે રીક્ષા, લોડીંગ રીક્ષા, મારૂતી ઈકો, જીપ-ટેક્ષી વગેરે માટે તેવા વાહનોની “On Road Cost” જે કિંમત હશે તે કિંમત સરકાર દ્વારા લોન પેટે આપવામાં આવશે.

Swarojgar Lakshi Loan Yojana 2025 નાના ધંધા માટે ની લોન

  • આ યોજના માટે જેઓ નાના ધંધા-રોજગાર શરૂ કરવા માંગે છે જેવા કે દુકાન, મેડીકલ સ્ટોર, રેડીમેડ ગારમેન્ટ સ્ટોર, બુક સ્ટૉર વગેરે માટે પણ લોન આપવામાં આવે છે. જેમાં રોજગાર શરૂ કરવા માટે સરકાર તરફથી 10 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે.

મોટા-લોડીંગ વાહનો માટે લોન

  • આ યોજના માં બિનઅનામત વર્ગ નાં લોકો ને રોજગાર માટે ટ્ર્રાન્સપોર્ટ, લોજીસ્ટીક, ટ્રાવેલર્સ,ફૂડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહીત મેળવવા માટે બેન્કમાંથી 6 લાખ રૂપિયા ની લોન મળશે.

પાત્રતા (Swarojgar Lakshi Loan Yojana 2025 Eligibility Criteria)

  • અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ 
  • કોઈ પણ બેંક લોનમાં ડિફોલ્ટર ન હોવો જોઈએ
  • માન્ય આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ હોવું જરૂરી
  • નવો વ્યવસાય શરૂ કરવાની બિઝનેસ પ્લાન તૈયાર હોવી જરૂરી

સ્વરોજગાર લક્ષી લોન યોજનાઓ માટેના ધિરાણના માપદંડ

  • વાહન માટેની લોનની યોજનામાં અરજદાર પાસે પાકુ લાયસન્સ હોવું જોઈએ તથા નાના વ્યવસાય માટે નિયમોનુસાર જરૂરી રજીસ્ટ્રેશન હોવું જોઈએ.
  • મેળવેલ વાહન નિગમની તરફેણમાં ગીરો(હાઈપોથીકેશન) કરવાનું રહેશે.
  • વાહન મેળવ્યાના ત્રણ માસ પછી ૫ વર્ષ ના એક સરખા માસિક હપ્તામાં લોન ભરવાની રહેશે.
  • નાના વ્યવસાય લોન મેળવ્યાનાં ત્રણ માસમાં શરૂ કરવાનો રહેશેતથા વ્યવસાય શરૂ કર્યા બાદ ત્રણ માસ પછી ૫ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોનની વસૂલાત કરવામાં આવશે.
  • લોનની કુલ રકમ રૂ.૭.૫૦ લાખ કરતા વધતી હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઈ સગા સંબંધીને સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.
  • દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ બ્લેન્ક ચેક આપવાના રહેશે.

જરૂરી દસ્તાવેજો (Swarojgar Lakshi Loan Yojana 2025 Documents Required)

  • શૈક્ષણિક લાયકાત
  • ઉંમરનો પુરવો
  • આધારકાર્ડ
  • અરજદારનુ નામ હોય તેવુ રેશનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • બિન અનામત વર્ગનુ પ્રમાણપત્ર
  • કુટુંબની આવકનો દાખલો
  • આઈ.ટી.રીટર્ન, (તમામ- PAGE) ફોર્મ-૧૬
  • ધંધાના સ્થળનો આધાર
  • ધંધાના અનુભવનો આધાર
  • પિતા/વાલીની મિલ્કત બોજો/મોર્ગેજ કરવાનું સંમતિપત્ર ( પરિશિષ્ટ-૩)
  • અરજદારના બેંક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ ( આઈ.એફ.સી કોડ સહિત)

આ યોજનામાં 40 જુદા જુદા નાના વ્યવસાયો હેતુ

  • કડીયા કામ
  • સુથારી કામ
  • લુહારી કામ
  • ઝેરોક્ષ મશીન
  • દરજી કામ
  • કરિયાણાની દુકાન
  • પ્નોવીઝન સેટર્સ
  • કોમ્પ્યુટર મશીન
  • મંડપ ડેકોરેશન
  • રસોઈના વાસણ
  • સાયકલ રીપેરીંગ
  • ફોટો સ્ટુડીઓ
  • ઈલેક્ટ્રોનિક્સ સાધન
  • ધડિયાળ રીપેરીંગ
  • સેન્ટીંગ કામના સાધનો
  • વેલ્ડીંગ મશીન
  • બેન્ડવાજા
  • પાનનો ગલ્લો
  • માઈક સેટ
  • અનાજ દળવાની ધંટી
  • ફોટો ફ્રેમનો ધંધો
  • કંગન સ્ટોર્સ
  • એગ્રો સર્વિસ સ્ટેશન
  • એમ્બ્રોડરી મશીન
  • સીમેન્ટની હોલ સેલ દુકાન
  • મીની રાઈસ/દાળ મીલ
  • સીરામીક
  • ફરાસખાના
  • પ્રિન્ટીંગ પ્રેસ
  • સ્પેર પાર્ટ્સની દુકાન
  • કાપડની દુકાન

Swarojgar Lakshi Loan Yojana 2025 How To Online Apply સ્વરોજગાર લક્ષી લોન યોજના

  • રાજ્ય સરકારની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ
  • લિંક ક્લિક કરો
  • જરૂરી માહિતી ભરો અને દસ્તાવેજો અપલોડ કરો
  • અરજી સબમિટ કરો અને એપ્લિકેશન નંબર નોંધો
  • બેંક અથવા નોડલ એજન્સી ચકાસણી માટે સંપર્ક કરશે

Post a Comment