Krushi-Pragati: પાક નુકસાનનો સર્વે તમે જ કરો, અને વળતર સીધું ખાતામાં મેળવો - Gov Yojana
Posts

Krushi-Pragati: પાક નુકસાનનો સર્વે તમે જ કરો, અને વળતર સીધું ખાતામાં મેળવો

Krushi-Pragati: હાલમાં રાજ્યભરમાં પડેલા કમોસમી માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે પાક નુકસાનીના સર્વે અને વળતર માટે કૃષિ પ્રગતિ એપ્લિકેશનની શરૂઆત કરાઈ છે. પરંતુ Krushi-Pragati એપ્લિકેશનમાં નુકસાનીનું ફોર્મ ભરતી વખતે સતત એરર આવતી હોવાનું જોવા મળ્યું છે.

Krushi-Pragati

ઉપલેટા પંથકમાં સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદને લઈને ખેડૂતોના મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકને ભારે નુકસાન છતાં ખેડૂતોની હાલત બની છે. Krushi-Pragati કમોસમી વરસાદથી પાક નુકસાની બાદ સર્વે માટે ખેડૂતોએ જ પોતાની જાતે મોબાઈલથી નુકસાનીનો પોતાની જાતે સર્વે કરી રજીસ્ટ્રેશન કરવાનું છે ત્યારે આવામાં “કૃષિ પ્રગતિ” નામની એપ્લિકેશને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો.

Krushi-Pragati એપ: હવે પાક નુકસાનનો સર્વે ખેડૂત જાતે કરશે

કમોસમી વરસાદથી થયેલા પાકને થયેલા નુકસાન અંગે હવે સરકારની ટીમની રાહ જોયા વગર, ખેડૂત પોતે જ સર્વે કરી શકશે.કૃષિ વિભાગે “કૃષિ-પ્રગતિ” નામની નવી મોબાઈલ એપ લોન્ચ કરી છે.

રાજ્યના ખેડૂતો માટે ખુશખબર છે. હવે પાકને થયેલા નુકસાન અંગેનો સર્વે ખેડૂતોએ પોતે જ કરી શકશે. કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાનનો સર્વે સરળ, પારદર્શક અને ઝડપી બને તે માટે કૃષિ વિભાગે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. “કૃષિ પ્રગતિ” નામની મોબાઇલ એપ્લિકેશન દ્વારા ખેડૂતો પોતે જ પોતાના ખેતરની પાક નુકસાનીનો સર્વે કરી શકશે. કૃષિ વિભાગે આ માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી છે જેથી કોઈપણ ખેડૂત આ એપ્લિકેશનનો ઉપયોગ સરળતાથી કરી શકે.આ એપ દ્વારા ખેડૂત પોતાના ખેતરમાં થયેલી નુકસાનીના ફોટા, વિગતો અને સ્થળની માહિતી લાઈવ અપલોડ કરી શકે છે.

Krushi-Pragati એપનો ઉપયોગ કેવી રીતે કરવો?

  • Play Store માંથી એપ ડાઉનલોડ કરો
  • મોબાઇલ નંબરથી રજીસ્ટર કરો
  • ખેતરની વિગતો દાખલ કરો
  • પાક નુકસાનના ફોટા અપલોડ કરો
  • સર્વે સબમિટ કરો

કૃષિ પ્રગતિ એપ – પાક નુકસાન સર્વે કરવાની પ્રક્રિયાલોગિન પ્રક્રિયા

1) લોગિન પ્રક્રિયા

  • સૌપ્રથમ ખેડૂતોએ પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર વડે
  • Play Store માંથી “કૃષિ પ્રગતિ” એપ ડાઉનલોડ કરવાની રહેશે.

(2)એપ ખોલ્યા બાદ

  • મોબાઇલ નંબર દાખલ કરો
  • OTP વેરિફાઈ કરો
  • એપમાં સફળતાપૂર્વક લોગ ઇન કરો

(3)સર્વેની શરૂઆત

  • લોગ ઇન થયા પછી મેનુમાં આપવામાં આવેલા “પાક નુકસાની” વિકલ્પ પસંદ કરો.
  • ખેતરનો સર્વે નંબર દાખલ કરો
  • એપમાં દેખાતી ખેતરની હદ (Boundary) ચકાસો
  • જો હદ સાચી હોય તો સર્વે પ્રક્રિયા ચાલુ રાખો

(4) લોકેશન ચકાસણી (Geo-Tagging)

  • સર્વે કરતા સમયે ખેડૂતને ખેતરના 100 મીટર વિસ્તારમાં હાજર રહેવું ફરજિયાત છે.
  • એપ GPS દ્વારા Geo-Tagging કરીને
    ખેડૂતની સ્થિતિની પુષ્ટિ કરશે.

આ પણ વાંચો: 

(1)માહિતી ભરવી


(1)માહિતી ભરવી

ખેડૂતોએ નીચેની વિગતો દાખલ કરવી પડશે:

  • પાકનું નામ
  • વાવણી થયેલો વિસ્તાર (ગુંટડા/વિસ્તાર)
  • નુકસાની સંબંધિત અન્ય માહિતી

(5) ફોટા અપલોડ કરવાના

  • સર્વે સાથે બે ફોટોગ્રાફ અપલોડ કરવા જરૂરી છે
  • બંને ફોટા Geo-Tagging સાથે અપલોડ કરવાના રહેશે

Krushi-Pragati : એપ ડાઉનલોડ કરો

Post a Comment