અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી! વરસાદ સાથે આવશે મોટું પરિવર્તન! આ તારીખે પડશે ધોધમાર વરસાદ – Amambalal Patel Agahi - Gov Yojana
Posts

અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી! વરસાદ સાથે આવશે મોટું પરિવર્તન! આ તારીખે પડશે ધોધમાર વરસાદ – Amambalal Patel Agahi

Amambalal Patel Agahi: અંબાલાલ પટેલ એ ગુજરાતના પ્રસિદ્ધ અને જાણીતા હવામાન નિષ્ણાત છે, જેમની આગાહીઓ ખાસ કરીને વરસાદ, ચોમાસું, અને શિયાળાના હવામાન અંગે લોકોમાં ખૂબ લોકપ્રિય બને છે. અંબાલાલ પટેલ આગાહીઓ ઘણીવાર ખેડૂતો, સામાન્ય લોકો અને મીડિયા દ્વારા નોંધપાત્ર રીતે ધ્યાનમાં લેવામાં આવે છે. અને આગાહી હંમેશાં સાચી પડતી હોય છે અહીં અંબાલાલ પટેલની આગાહીઓ અને તેમના વિશેની મુખ્ય વિગતો ગુજરાતીમાં આપવામાં આવી છે.

આ તારીખે પડશે ધોધમાર વરસાદ

અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં 05 સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદ ચાલુ રહેશે. 02 સપ્ટેમ્બર વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય બનશે, જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે. અંબાલાલ પટેલ જણાવ્યું કે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને મધ્ય ગુજરાતમાં આણંદ, અમદાવાદ, વડોદરા, પંચમહાલ, ભારે થી અતિભારે વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વરસાદના કારણે રાજ્યની અનેક નદીઓમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ

અંબાલાલ પટેલે જણાવ્યું કે, પાટણ, કચ્છ ,બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના અનેક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે, અંબાલાલ પટેલે જણાવ્યું કે જ્યારે મહીસાગર અને પંચમહાલમાં પણ ધોધમાર વરસાદના એંધાણ છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. 02 સપ્ટેમ્બરથી એક બીજું વરસાદી વહન સક્રિય થતાં 05 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોનો અતિભારે વરસાદ આવશે તેમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત, નર્મદા, સાબરમતી અને તાપી નદીઓની જળ સપાટી વધશે અને કેટલીક નદીઓમાં પૂર આવવાની પણ શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે બનાસકાંઠાની બનાસ નદીમાં પાણી આવશે અને લોકોમાં ખુશીનો માહોલ જામશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી પાટણના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સાથે ઊભા પાક ને ખૂબ મોટા પ્રમાણમાં નુકશાન થશે વેપારીઓના કામ ધંધા ઠપ થઈ જશે.

Post a Comment