Posts

Primary Gyan Sahayak Bharti 2025: પ્રાથમિક જ્ઞાન સહાયક ભરતી,ઓનલાઈન ફોર્મ, લાયકાત, પગાર અને છેલ્લી તારીખ

Primary Gyan Sahayak Bharti 2025 ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક જ્ઞાન સહાયક ભરતી 2025 માટે જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ ભરવા માટે આ ભરતી યોજાઈ છે. આ ભરતી શિક્ષક બનવા ઇચ્છુક ઉમેદવારો માટે એક સોનેરી તક સાબિત થઈ શકે છે.

Primary Gyan Sahayak Bharti 2025 (પ્રાથમિક જ્ઞાન સહાયક ભરતી)

પોસ્ટનું નામ જ્ઞાન સહાયક (પ્રાથમિક)
પગાર ₹21,000/- માસિક ફિક્સ
અરજી કરવાની રીતઓનલાઈન
26 ઓગસ્ટ, 2025છેલ્લી તારીખ
ઉંમર મર્યાદામહત્તમ 40 વર્ષ

શૈક્ષણિક લાયકાત


જ્ઞાન સહાયક (પ્રાથમિક) માટે અરજી કરનાર ઉમેદવારોએ શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરેલ શૈક્ષણિક લાયકાત પૂર્ણ કરવી આવશ્યક છે. યોગ્યતા સંબંધિત તમામ વિગતો માટે ઉમેદવારોએ ઑફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો જરૂરી છે.

અગત્યની તારીખો

ઓનલાઈન અરજી શરૂ 19 ઓગસ્ટ, 2025 (બપોરે 14:00 વાગ્યાથી)
છેલ્લી તારીખ26 ઓગસ્ટ, 2025 (રાત્રે 23:59 સુધી)

પગાર ધોરણ

પસંદગી પામનાર ઉમેદવારોને દર મહિને ફિક્સ પગાર ₹21,000/- આપવામાં આવશે.





ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું?


  • ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ  પર જઈને ઓનલાઈન અરજી કરવી.

  • જરૂરી વિગતો કાળજીપૂર્વક ભરીને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા.

  • ફોર્મ સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢવી.

  • પસંદગી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોએ મૂળ પ્રમાણપત્રો, પાસપોર્ટ સાઇઝ ફોટો અને ઝેરોક્ષ નકલ સાથે હાજર રહેવું પડશે.

  • છેલ્લી તારીખ સુધી રાહ ન જોતા વહેલી તકે ફોર્મ ભરવું યોગ્ય રહેશે.

અગત્યની લિંક

Gyan Sahayak (Primary) Bharti 2025 – Samagra Shiksha Apply Online

Primary Gyan Sahayak Bharti 2025 શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે એક મહત્વપૂર્ણ તક છે. દર મહિને ₹21,000 ફિક્સ પગાર સાથે પ્રાથમિક શાળાઓમાં સેવા આપવા માંગતા ઉમેદવારોએ 26 ઓગસ્ટ, 2025 પહેલાં ઓનલાઈન અરજી કરવી જોઈએ.

શૈક્ષણિક વર્ષ 2025 26 માં “જ્ઞાન સહાયક (પ્રાથમિક) યોજના” અંતર્ગત જ્ઞાન સહાયક પ્રાથમિક માટે કરાર આધારિત ભરતી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા જ્ઞાન સહાયક પ્રાથમિક ભરતીના પોર્ટલ પર શરુ કરવામાં આવેલ છે. આ સાથે જ્ઞાન સહાયક પ્રાથમિકની ભરતીના પોર્ટલની link મોકલી આપેલ છે. જે લાગુ પડતા તમામ ઉમેદવાર સુધી ઉપલબ્ધ થાય અને મહત્તમ ઉમેદવાર રજીસ્ટ્રેશન કરી અરજી કરે તે હેતુસર પ્રચાર પ્રસાર થાય તે અપેક્ષિત છે.

શૈક્ષણિક વર્ષ 2025 26 માં “જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) યોજના” અંતર્ગત જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) માટે કરાર આધારિત ભરતી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) ભરતીના પોર્ટલ પર શરુ કરવામાં આવેલ છે. આ સાથે જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) ની ભરતીના પોર્ટલની link મોકલી આપેલ છે. જે લાગુ પડતા તમામ ઉમેદવાર સુધી ઉપલબ્ધ થાય અને મહત્તમ ઉમેદવાર રજીસ્ટ્રેશન કરી અરજી કરે તે હેતુસર પ્રચાર પ્રસાર થાય તે અપેક્ષિત છે.

જ્ઞાન સહાયક પ્રાથમિક લિંક:

Post a Comment