ધોરણ 3 થી 8 ની પ્રથમ સત્રાંત પરીક્ષા કાર્યક્રમ જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે પરીક્ષા?
પ્રથમ સત્રાંત પરીક્ષા કાર્યક્રમ : રાજ્યની શાળાઓમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે પ્રથમ સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓ માટેની આ પરીક્ષા આગામી ઓક્ટોબર માસમાં યોજાશે. જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, પરીક્ષાઓની શરૂઆત તારીખ ૦૬ ઓક્ટોબર, ૨૦૨૫ ને સોમવારથી થશે.
જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ધોરણ ૩ થી ૫ અને ધોરણ ૬ થી ૮ માટે અલગ-અલગ સમયે પરીક્ષા લેવામાં આવશે. ધોરણ ૩ થી ૫ માટે પરીક્ષાનો સમય સવારે ૧૧:૦૦ થી બપોરે ૧:૦૦ સુધીનો રહેશે અને કુલ ૪૦ ગુણના પ્રશ્નપત્રો રહેશે. જ્યારે ધોરણ ૬ થી ૮ માટે પરીક્ષાનો સમય બપોરે ૨:૦૦ થી સાંજે ૫:૦૦ સુધીનો રહેશે અને કુલ ૮૦ ગુણના પ્રશ્નપત્રો રહેશે (કેટલાક વિષયોના સમયમાં ફેરફાર છે).