કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયકની સ્પેશીયલ ભરતી ૨૦૨૫ (ધોરણ ૧ થી ૫, ગુજરાતી માધ્યમ) માટેની ફાઈનલ મેરીટયાદી જાહેર કરવામાં આવી છે. તા. ૦૮/૦૫/૨૦૨૫ ની જાહેરાતના ઉમેદવારો હવે પોતાનું અંતિમ મેરીટ જોઈ શકશે અને પસંદગી પ્રક્રિયાના આગામી તબક્કા માટે તેમના કોલ-લેટર ડાઉનલોડ કરી શકશે.
ફાઈનલ મેરીટ લીસ્ટ અને કૉલ-લેટર જાહેર
આજ રોજ, ૧૨ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ સાંજે ૬:૦૦ કલાકથી, તમામ ઉમેદવારો માટે વેબસાઇટ પર ફાઈનલ મેરીટયાદી ઉપલબ્ધ કરવામાં આવી છે. જે ઉમેદવારો મેરીટમાં સ્થાન પામ્યા છે તેઓ સીધા જ સાઇટ પરથી પોતાના કૉલ-લેટર ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે.
કેટલું અટક્યું કટ-ઓફ મેરિટ?
નિમ્ન પ્રાથમિક વિભાગ (ધોરણ ૧ થી ૫) માં અનામત અને બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો ઓન-લાઇન કૉલ-લેટર મેળવી શકશે:
| ભરતીનો પ્રકાર | વિષય | બિન અનામત કેટેગરી (OP) | દિવ્યાંગતા જૂથ B | દિવ્યાંગતા જૂથ C |
|---|---|---|---|---|
| ધોરણ 1 થી 5 | વિજ્ઞાન પ્રવાહ | 53.8786 | 65.4015 | – |
| ધોરણ 1 થી 5 | વિજ્ઞાન પ્રવાહ સિવાય | 66.7869 | – | 58.6476 |
આગામી પ્રક્રિયા: જિલ્લા પસંદગી
મેરિટમાં આવતા ઉમેદવારોને તા. ૧૮/૦૮/૨૦૨૫ થી તા. ૨૯/૦૮/૨૦૨૫ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવ્યા છે. દરેક ઉમેદવાર માટે જિલ્લા પસંદગીની ચોક્કસ તારીખ, સમય અને સ્થળ તેમના કૉલ-લેટરમાં દર્શાવેલ છે.
ઉમેદવારો માટે ખાસ સૂચનાઓ
- ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે વેબસાઇટ ઉપરથી જ ઓન-લાઇન કૉલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઇ પ્રકારે કૉલ-લેટર મોકલવામાં આવશે નહિ.
- દિવ્યાંગ ઉમેદવારો માટેની જગ્યાઓ કુલ અનામત જગ્યાઓ પૈકીની જ છે, તેથી દિવ્યાંગ ઉમેદવાર જે કેટેગરીના હશે તે કેટેગરીમાં જગ્યા ઉપલબ્ધ હશે તો જ જિલ્લા પસંદગી આપવામાં આવશે.
- તમામ ઉમેદવારોને વિનંતી છે કે તેઓ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી દરરોજ આ વેબસાઇટ જોતા રહે.
કચ્છ વિદ્યાસહાયક ભરતી લિંક્સ
વિગત લિંક કરછ વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5 પ્રથમ રાઉન્ડ નોટિફિકેશન અહીં ક્લિક કરો કચ્છ વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 ફાઇનલ મેરીટ લીસ્ટ અહીં ક્લિક કરો